સાહેબ જયારે કોઈ પણ નિર્ણય લેવાનો થાય ત્યારે દિલને પુછજો, કારણ કે સસલા રૂપી મન અને કાચબા રૂપી દિલની સ્પર્ધામાં કાયમ કાચબા રૂપી દિલ જ જીતે છે.
વર્ષ : 2020-'21 માં અભ્યાસક્રમ30 %બાદ તેમજ
નવી પેપર સ્ટાઈલ મુજબ પ્રશ્નપત્રો અને વધુ
ધોરણ 10 : ગણિત,વિજ્ઞાન,સા. વિજ્ઞાન

ગુજરાત રાજ્યના જીલ્લાઓ અને તાલુકાના
251 HD pdf નકશાઓ

નાના બાળકો માટે 50 pdf

માત્ર એક જ લિંકમાં

🎾બિલકુલ ફ્રિ માં જુઓ IPL 2021

જુઓ ટ્રિક ફ્રી... ફ્રી... ફ્રી...

🌹શિક્ષક ની દ્રષ્ટિ - હ્દય સ્પર્શી વાર્તા🌹



 🌹શિક્ષક ની દ્રષ્ટિ - હ્દય સ્પર્શી વાર્તા🌹


"મમ્મી, આ શું રસોઈ બનાવી છે? જોયું?આજે પણ ગૃશા જમી નહિ.આવુ કેટલી વાર થાય છે. તું રસોઈ સારી ન બનાવી શકે?"ખિજાય અને અધુરું જમવાનું મુકી અને પુત્ર પ્રગાઢ પણ પત્ની પાછળ ચાલતો થયો.ઝંખનાબેન આંસુ ભરી આંખ થી જોઈ રહ્યાં.પતિ હિમાંશુ ભાઈ આ જોયું.ઝંખનાબેને આંખ લુછી બધું ઉપાડી કામ પતાવ્યું અને સુવા જતાં રહ્યાં.

હિમાંશુ ભાઈ પ્રોફેસર હતા. પાંચેક વર્ષ પહેલાં જ નિવૃત્ત થયા હતા.ખુબ જ હોંશિયાર અને વિદ્યાર્થીઓ મા પ્રિય હતા.સાલસ સ્વભાવ પોતાના વિષયમાં ખુબ જ નિપુણ અને વિદ્યાર્થીઓ ના સ્વભાવ ને તરત ઓળખી તેની નબળાઈ દૂર કરી કાબેલ બનાવી દેતા.એમની કુનેહપૂર્વક ની રીતી થી ખુબ જ લોકપ્રિય હતા.ઝંખનાબેન ખુબજ સુશીલ પ્રેમાળ શાંત અને ઘરરખ્ખુ હતાં.એક પુત્ર પ્રગાઢ આને પુત્રી સુપ્રિયા હતાં.દીકરી  પરણી ને વિદેશ વસવાટ કરતી પાંચ છ વર્ષે ભારત આવતી ખુબજ સુખી હતી.

           પ્રગાઢ ને પોતાના મિત્ર ની પિત્રાઈ બહેન ખુબ જ ગમી ગયેલ.જ્ઞાતી એકજ હતી રંગે ચંગે લગ્ન થયા.ગૃશા આઝાદ સ્વભાવ ની હતી. હિમાંશુ ભાઈ એ પાંચ રૂમ નો બેઠા ઘાટ નો બંગલો બનાવેલ. વિસ્તાર પણ ખુબ જ સમૃદ્ધ લોકોનો હતો.

          હિમાંશુ ભાઈ સવાર માં ઉઠી ચાલવા જતા કસરત કરતા.ઝંખનાબેન ઘરે બગીચામાં પાણી પાવું પ્રાણાયામ અને યોગ કરતાં. હિમાંશુ ભાઈ આવે ત્યાં ઝંખના બેન પોતાના માં થી પરવારી ચા તૈયાર રાખે બન્ને બગીચામાં હિંચકા પર બેસી ચા પીતાં પછી જ બધું આગળ નું કામ કરતાં. આ દરરોજ નો નિયમ હતો.ગૃશા ને વહેલું ઊઠવું ગમતું નહિ.પ્રગાઢ ને ટિફિન લઈને જવાનું હોય ઝંખના બેન બધું તૈયાર કરી દેતાં.રોટલી બાકી રહેતી એ ગૃશા પ્રગાઢ પહેલાં ઉઠી બનાવી દેતી.દેખાડતી એવું જાણે પોતે જ બધું કરતી હોય. છતાં ઝંખના બેન મનમાં ન લેતાં.

             ગૃશા પ્રગાઢ ના જતાં બહાર જતી રહેતી.બપોરે અઢી ત્રણ વાગ્યે આવી જમી લેતી. પાંચ વાગ્યે ફરી બહાર જતી અને પ્રગાઢ ના આવ્યા પહેલાં આવી જતી.જતા જતાં સાંજે કહેતી "મમ્મી, હું બહાર જમી ને આવીશ તમે જમી લેજો."આવુ મહિના માં દશ પંદર વખત થતું.આવે પછી પ્રગાઢ સાથે એક જ થાળીમાં જમવા બેસતી પેટ ભરેલું હોય એટલે બે કોળિયા ભરી ઉઢી જતી.પ્રગાઢ માનતો મમ્મી ની રસોઈ ગૃશા ને ભાવતી નથી.આવુ કેમ ચાલે મમ્મી એ રસોઈ માં ધ્યાન રાખવું જોઈએ.આજે ફરી આજ વાત પુનરાવર્તન થયી.

             આજે રવિવાર હતો.પ્રગાઢ ચા નાસ્તો કરી આવી અને ટીવી જોવા બેઠો.

હિમાંશુભાઈ બોલ્યા"પ્રગાઢ,મારે વાત કરવાની છે."પ્રગાઢે ટીવી બંધ કર્યું. હિમાંશુભાઈ એ ઝંખના બેન ગૃશા ને બોલાવી લીધાં.હિમાંશુભાઈ બોલ્યા"તમારાં લગ્ન ને બે વર્ષ થયાં.આ બે વર્ષ માં દશ વાર પણ ગૃશા એ રસોઈ કરી નથી ઘર ને ઘર ગણ્યું નથી.તારી મમ્મી કાંઈ જ બોલતી નથી. હું પણ બૈરાં ની વાત માં નથી પળતો,પણ વાત મારી પત્ની ના માન સન્માન ની છે.મારી પત્ની આખા ઘર નું વૈતરું કરે છે.કોઈ ની સેવા કે મદદ ની અપેક્ષા નથી રાખતી."પ્રગાઢ અને ગૃશા બોલ્યાં"પપ્પા.." હિમાંશુભાઈ બોલ્યા"શાંતી રાખો મારી વાત પુરી નથી થઈ,તેઓ આગળ બોલ્યા.હુ આજે એક ફેસલો સંભળાવુ છું.જો પ્રગાઢ અને ગૃશા ને સાથે રહેવું હોય તો દર મહિને હવે થી દશ હજાર રૂપિયા આપવાના છે.સવાર સાંજ ની રસોઈ માં ઝંખના ની મદદ કરવાની છે.ઘર ના દરેક કાયૅ માં સાસુ નો સાથ નિભાવા નો છે.જો આ બધું મંજૂર હોય તો પ્રેમ થી રહો નહિ તો તમારી વ્યવસ્થા તમે કરી લેજો.એક મહિના પછી તમારો નિર્ણય મને જણાવજો.બેટા તારા માટે ગૃશા મહત્વ ની છે તો મારા માટે મારી પત્ની ઝંખના સર્વસ્વ છે.તેનુ અપમાન હવે હું સહન નહિ કરું"આટલું કહી હિમાંશુ ભાઈ એ કહ્યું ઝંખના, ચાલો આપણે મંદિર જતાં આવ્યે."ઝંખનાબેન અવઢવ વચ્ચે પતિ ને અનુસર્યા.

            પ્રગાઢ અને ગૃશા સ્તબ્ધ બની ગયાં હતાં. અચંબીત નેત્રોથી બંને ને જતાં જોઈ રહ્યાં.ગૃશા એ બધી રસોઈ કરી હિમાંશુભાઈ અને ઝંખના બેન આવી જમી પોતાના રૂમમાં જતાં રહ્યાં.મંદિરે ઝંખના બેને કહ્યું"આ શું?આજ તમે આ રીતે બોલ્યા?તમે જે કહ્યું એ યોગ્ય છે?"હિમાંશુભાઈ બોલ્યા"તમને ખબર નથી,કયા વિદ્યાર્થિ ને કેમ પાઠ ભણાવો.તમે જોયા કરો"

              ગૃશા પ્રગાઢ પોતાના રૂમમાં વિચારી રહ્યા"આવું આલિશાન ઘર આવો વિસ્તાર આવી સુખ સગવડ ક્યાં શોધવા?બહાર ભાડા પણ કેટલાં? અગિયાર મહિને ખાલી કરવાનું,આના કરતાં...પ્રગાઢ બોલ્યો હું દશ હજાર આપી દેવા તૈયાર છુ પણ....."ગૃશાબોલી"હું પણ ઘર ના કામ રસોઈ માં મમ્મી ને મદદ કરીશ.તમારા પગાર અને ભાડા બે છેડા ભેગા કરતાં તકલીફ પડી જશે.પાછુ બાળક થાય તેનો ખર્ચ અને સાર સંભાળ પણ વધે, આપણે પપ્પા ની વાત મંજૂર રાખીશું."સવારે ગૃશા રસોડામાં આવી ગઈ.ઝંખનાબેન જોઈજ રહ્યાં.પ્રગાઢ હિમાંશુભાઈ પાસે જઈને બોલ્યો"પપ્પા,અમે અહિયાં જ રહેશું,તમે કહ્યું એ રીતે જ.આમેય હવે તમને આ ઉંમરે એકલાં ન રખાય."હિમાંશુભાઈ બોલ્યા ભલે બેટા,પણ ખુબ જલ્દી નિર્ણય લઈ લીધો"પ્રગાઢ સંમતિ માં માથું હલાવી જતો રહ્યો.

           મહિનો થતાં દશ હજાર હિમાંશુભાઈ ને પ્રગાઢે આપ્યા.ગૃશા પણ ઘર માં રહેતી થઈ એટલે સાસુ ની નજીક આવી ગઈ. હિમાંશુભાઈ બહાર જવા તૈયાર થયા  ઝંખના બેન બોલ્યા" કઈ બાજુ"હિમાંશુ ભાઈ બોલ્યા દીકરા વહુ ના નામનું ખાતું ખોલાવી આ રકમ એમાં જમા કરાવા. આ બચત એમને કામ આવશે"એમને જતા જોઈ ઝંખના બેન મનોમન બોલ્યા"વાહ! શિક્ષક ની દ્રષ્ટિ,ઘી ના ઠામ માં  ઘી પડી ગયું"

  ...........................................

ભલા માણસ શિક્ષક ને તો સમાજ નો સુધારક કહેવાય છે .... તો એના માટે પોતાના ઘરનું વાતાવરણ સુધારતા કેટલી વાર લાગે ?🙏

No comments:

Thanks

Powered by Blogger.