સાહેબ જયારે કોઈ પણ નિર્ણય લેવાનો થાય ત્યારે દિલને પુછજો, કારણ કે સસલા રૂપી મન અને કાચબા રૂપી દિલની સ્પર્ધામાં કાયમ કાચબા રૂપી દિલ જ જીતે છે.
વર્ષ : 2020-'21 માં અભ્યાસક્રમ30 %બાદ તેમજ
નવી પેપર સ્ટાઈલ મુજબ પ્રશ્નપત્રો અને વધુ
ધોરણ 10 : ગણિત,વિજ્ઞાન,સા. વિજ્ઞાન

ગુજરાત રાજ્યના જીલ્લાઓ અને તાલુકાના
251 HD pdf નકશાઓ

નાના બાળકો માટે 50 pdf

માત્ર એક જ લિંકમાં

🎾બિલકુલ ફ્રિ માં જુઓ IPL 2021

જુઓ ટ્રિક ફ્રી... ફ્રી... ફ્રી...

Life line ગણી શકાય તેવી 5 મિનિટની story 2021

March 26, 2021

 એક અનનોન નંબર પરથી ફોન આવ્યો. ગભરામણ, ચિંતા અને ડરથી ધ્રુજી રહેલા અવાજમાં તેમણે મને કહ્યું, ‘સર, ઈમરજન્સી છે. બે મિનીટ વાત થશે ?’. સાવ જ અપરિચિત વ્યક્તિના અવાજમાં રહેલી એ વેદના મને બહુ પરિચિત લાગી. મેં કહ્યું, ‘અફકોર્સ.’ તેમણે કહ્યું, ‘હું વડોદરાથી એક મમ્મી બોલું છું. મારો દીકરો અત્યારે જયપુરમાં એન્જિનિયરીંગ ભણે છે. છેલ્લા ઘણા સમયથી એ બીમાર રહે છે. એનું શારીરિક સ્વાસ્થ્ય સારુ નથી રહેતું. અત્યારે અચાનક એનો મેસેજ આવ્યો કે...’ 


આ સાંભળીને મારું હ્રદય એક ધબકારો ચુકી ગયું. એમણે લીધેલા નાનકડા પોઝમાં મેં મનોમન પ્રાર્થના કરી લીધી કે આ સ્યુસાઈડ નોટ ન હોય તો સારું.


‘અત્યારે અચાનક એનો મેસેજ આવ્યો કે જીવવાની મજા નથી આવતી. મારે આવું જીવન નથી જીવવું.’ જયપુર રહેલા દીકરાએ કરેલો આખો મેસેજ તેમણે મને ફોન પર રડતા રડતા વાચી સંભળાવ્યો. એ મેસેજ નિરાશા અને હતાશાથી છલોછલ હતો. ડાઉટ અને ડિપ્રેશનથી ભરપુર હતો. એક રીતે એ મેસેજ, જિંદગીની લડાઈમાં સંઘર્ષો સામે હથિયાર હેઠા મૂકી દીધાની કબુલાત હતી. જીવનમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપી દેવાની એક ગર્ભિત, ગંદી અને ડરામણી બદબૂ આવતી’તી એ મેસેજમાંથી. 


એ મેસેજ પૂરો વાચીને તેમણે મને કહ્યું, ‘એ મારાથી સાતસો કિલોમીટર દૂર છે. મને ડર છે કે એ ક્યાંક...’ એમનું વાક્ય અધૂરું રહ્યું. બહુ જ પ્રામાણિકતાથી કહું છું કે બે સેકન્ડ માટે મારી સામે આયેશાનું પુનરાવર્તન થતું હોય એવું લાગ્યું. 


આવા સમયે શું કરી શકીએ આપણે ? અચાનક કોઈ હાઈ-રાઈઝ બિલ્ડીંગ, રીવર-ફ્રન્ટ કે દરિયા કિનારે જઈને આપણું બાળક અચાનક મેસેજ કરે કે ‘જીવવાની મજા નથી આવતી’, ત્યારે શું કરી શકીએ આપણે ? અને ખાસ કરીને ત્યારે, જ્યારે આપણું બાળક આપણાથી જોજનો દૂર હોય. 


સાચું કહું તો થોડીવાર માટે હું બ્લેન્ક થઈ ગયેલો. મને સમજાતું નહોતું કે મારે તેમને શું કહેવું. મેં એમને કહ્યું કે ‘એને તાત્કાલિક તમારી પાસે બોલાવી લો. અથવા વિથાઉટ એની ડીલે, તમે ત્યાં પહોંચી જાવ. એને એકલો ન રહેવા દો. એના મિત્ર સાથે વાત કરો.’ પણ એ સમયે મારા મોઢામાંથી નીકળેલું એક વાક્ય તેમણે બરાબર પકડી લીધું. મેં કહેલું, ‘તમારી પૂરી ઈમોશનલ એનર્જી ખર્ચીને, તમે પણ એને એક મેસેજ કરો. તમે એક મમ્મી છો. અને મમ્મી તરફનો ભાવનાત્મક લગાવ મૃત્યુના બળ કરતા અનેકગણો વધારે મજબૂત હોય છે.’ 


એ પછી એમણે એક મેસેજ ડ્રાફ્ટ કર્યો. એ મેસેજ વાચ્યા પછી નેક્સ્ટ અવેલેબલ ફ્લાઈટ પકડી એમનો દીકરો વડોદરા પહોંચી ગયો. એરપોર્ટ પર ઉભેલા મમ્મી-પપ્પાને જોઈને એના ચહેરા પર સ્માઈલ હતું. એ દોડીને એમને વળગી પડ્યો. 


એની મમ્મીએ કરેલો એ મેસેજ તમારી સાથે શેર કરું છું, જેથી આ લાઈફ-સેવીંગ મેસેજ મેક્સીમમ મમ્મીઓ અને બાળકો સુધી પહોંચી શકે. 


***

પ્રિય દીકરા,

દરેક લાઈન ધ્યાનથી વાચજે અને સમજવાનો પ્રયત્ન કરજે. તું એટલો ઈન્ટેલીજન્ટ અને મેચ્યોર તો છે જ કે આ મેસેજ યોગ્ય રીતે સમજી શકે. 


પાનખરમાં ખરી પડતા પાંદડાને જોઈને, કોઈ વૃક્ષ નિરાશ નથી થઈ જતું. ડિપ્રેશનમાં આવ્યા વગર એ જ જગ્યાએ ઉભા રહીને, તે સમય પસાર થવાની પ્રતીક્ષા કરે છે. પોતાનો ખરાબ સમય ચાલે છે એ જાણવા છતાં પણ પૂરી ધીરજ અને શ્રદ્ધાથી વૃક્ષો વસંતની રાહ જુએ છે. કારણકે એમને કુદરત અને ઋતુ પર વિશ્વાસ હોય છે. સમયની ગતિ પર ભરોસો હોય છે. અડિખમ ઉભા રહીને પાનખરનો સામનો કરવાની તેમની હિંમત જ તેમને વસંત સુધી પહોંચાડે છે. સમયનું ચક્ર ફરે છે અને તેઓ ફરી એકવાર લીલાછમ થઈ જાય છે. સુક્કી અને મૃત:પ્રાય થઈ ગયેલી ડાળખીમાં કુંપળો ફૂટે છે, નવા પર્ણો આવે છે, ફૂલો ઉગે છે. 


વસંતને લાવવા માટે વૃક્ષો કોઈની સાથે જંગ નથી લડતા. બસ, બદલાઈ રહેલી ઋતુઓ અને મોસમના મિજાજનો સ્વીકાર કરે છે. તેઓ આત્મહત્યા નહીં, સમર્પણ કરે છે. 


તો મારા વહાલા દીકરા, તને જ્યારે એવું લાગે કે તારા આત્માનો એક ટુકડો દરરોજ મૃત્યુ પામી રહ્યો છે, ત્યારે વસંતની પ્રતીક્ષા કરજે. એન્ડ બીલીવ મી, નક્કી કોઈ ચમત્કાર થશે. તારી અંદર કશુંક દિવ્ય, નવ્ય અને ભવ્ય અંકુરિત થશે. 


તું કહે છે કે જિંદગીમાં આગળ જઈને તું શું કરીશ ? અથવા તો કશું કરી શકીશ કે નહીં ? એ વિશે તને શંકા છે. તો માય ડીયર સન, Even at this age મને અને તારા પપ્પાને પણ એ નથી સમજાયું કે અત્યાર સુધીના જીવનમાં અમે શું કર્યું, શું કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં શું કરશું ? જીવન એ કોઈ કોંક્રીટ રોડ કે એક્સપ્રેસ હાઈ-વે નથી જેમાં વડોદરાથી જયપુર સુધીના કિલોમીટર્સ અને ડાયરેક્શન નિર્ધારિત કરેલા હોય. જીવન આવું જ છે બેટા. અચોક્કસ, અણધાર્યું, અનિયમિત. અહિયાં કશું જ પૂર્વ-નિર્ધારિત નથી હોતું. આવનારી પ્રત્યેક ક્ષણ Unpredictable હોય છે. 


મારે તને એટલું જ કહેવું છે કે કુદરતે આપેલી જિંદગી પૂરી કરજે. ટ્રેઈનમાંથી ઉતરી જવાની ઉતાવળ ન કરતો. જીવનના દરેક સ્ટેશન પર ‘ફેરિયાઓ’ અલગ અલગ પરીસ્થિતિઓ ઓફર કરશે. દરેક સંજોગોનો સ્વાદ ચાખી લેજે. મન ભરીને આ મુસાફરી માણી લેજે. કોઈ સ્ટેશન કાયમી નથી. કોઈ સ્વાદ પરમેનન્ટ નથી. 


Its okay.. not to feel okay. પણ હતાશા કે ડિપ્રેશનની એ લાગણીને કાયમી સમજી લેવાની ભૂલ ન કરતો. કોઈ સ્ટેશન પર ટ્રેઈન લાંબો સમય રોકાતી નથી, માટે અકાળે જંપ મારીને ઉતરી ન જતો. તારે હજી બહુ લાંબો રસ્તો કાપવાનો છે. જિંદગીની ગાડી ખોટવાઈ જાય, તો એને રીપેર કરવાની હોય. છોડી ન દેવાની હોય. 


એક કામ કર. તારી આસપાસ ફૂટપાથ પર રહીને જીવતા બાળકોને ઓબ્ઝર્વ કરજે. ન ઘર, ન પૈસો. કશું જ ન હોવા છતાં, જે આનંદ અને મસ્તીથી તેઓ રમતા હોય છે એને ધ્યાનથી નિહાળજે. કેટલાય ટંક એમને ખાવાનું નથી મળતું, પીવા માટે શુદ્ધ પાણી નથી મળતું. ન પગમાં પહેરવા ચપ્પલ મળે છે, ન પહેરવા માટે કપડા. અને છતાં તેઓ આનંદથી જીવતા હોય છે. એકબીજાની મસ્તી કરતા હોય છે. હસતા હોય છે. ખુશ રહેતા હોય છે. આપણી પાસે બધું જ હોવા છતાં પણ આપણને તેમની ઈર્ષા થાય છે કારણકે ઈશ્વરે જેટલું આપ્યું છે, એટલામાં ખુશ રહેતા તેમને આવડે છે. 


તારી જાતને એમની સાથે કમ્પેર કરજે. ઈશ્વરનો આભાર માનવા માટે, તને અસંખ્ય અને અઢળક કારણો જડી આવશે. છેલ્લે એટલું જ કહીશ કે જીવનમાં હંમેશા ઈશ્વર તરફથી મળેલા આશીર્વાદ ગણજે. તકલીફો, ફરિયાદો કે અભાવો ગણવા બેસીશ, તો દરેક ક્ષણે જીવન નકામું લાગશે. 


બસ, જીવનને નિહાળવાના તારા ચશ્મા બદલી લે. પછી જો, આખી દુનિયા ચમત્કાર લાગશે. 


Love you a lot. Take care. આશા રાખું છું કે હવે જ્યારે આપણે મળીએ ત્યારે તારા ચહેરા પર ઉદાસી નહીં, સ્માઈલ હોય.

***


અત્યારે એ દીકરો એના મમ્મી-પપ્પા સાથે છે. ડિપ્રેશનમાંથી રીકવર થઈ રહ્યો છે. જિંદગીને વહાલ કરવાનું શીખી રહ્યો છે. દરેક બાળક માટે સૌથી મોટા  ફિલોસોફર, કાઉન્સેલર કે મનોચિકિત્સક એના ઘરમાં જ રહેલા હોય છે, અને એ હોય છે એના મમ્મી-પપ્પા. 

-ડૉ. નિમિત્ત ઓઝા

No comments:

Thanks

Powered by Blogger.