સાહેબ જયારે કોઈ પણ નિર્ણય લેવાનો થાય ત્યારે દિલને પુછજો, કારણ કે સસલા રૂપી મન અને કાચબા રૂપી દિલની સ્પર્ધામાં કાયમ કાચબા રૂપી દિલ જ જીતે છે.
વર્ષ : 2020-'21 માં અભ્યાસક્રમ30 %બાદ તેમજ
નવી પેપર સ્ટાઈલ મુજબ પ્રશ્નપત્રો અને વધુ
ધોરણ 10 : ગણિત,વિજ્ઞાન,સા. વિજ્ઞાન

ગુજરાત રાજ્યના જીલ્લાઓ અને તાલુકાના
251 HD pdf નકશાઓ

નાના બાળકો માટે 50 pdf

માત્ર એક જ લિંકમાં

🎾બિલકુલ ફ્રિ માં જુઓ IPL 2021

જુઓ ટ્રિક ફ્રી... ફ્રી... ફ્રી...

ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગ શરૂ થશે

July 26, 2021


 • ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગ શરૂ થશે
 • ઓગસ્ટ મહિનામાં લેવાઈ શકે છે નિર્ણય
 • ધોરણ 6 થી 8 પછી ધોરણ 1 થી 5 અંગે વિચાર
 • કોરોનાની બીજી લહેરને કારણે રાજ્ય સરકાર દ્વારા શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી અને ઓનલાઈન શિક્ષણ પર ભાર મુકવામાં આવ્યો હતો. જોકે હવે કેસ ઘટી જતા ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી રાજ્યમાં ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ થયા છે ત્યારે હવે રાજ્યા સરકાર 6 થી 8 ના વર્ગો શરૂ કરવાનું વિચારી રહી છે.


  ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગ શરૂ થશે

  ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગ શરૂ કરવા શિક્ષણ વિભાગની તૈયારી શરૂ કરી દીધી છે જેને લઈ શાળાના વર્ગની સાફ-સફાઈ માટે સૂચના આપવામાં આવી છે.


  કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

   

 • ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગ શરૂ થશે
 • ઓગસ્ટ મહિનામાં લેવાઈ શકે છે નિર્ણય
 • ધોરણ 6 થી 8 પછી ધોરણ 1 થી 5 અંગે વિચાર
 • કોરોનાની બીજી લહેરને કારણે રાજ્ય સરકાર દ્વારા શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી અને ઓનલાઈન શિક્ષણ પર ભાર મુકવામાં આવ્યો હતો. જોકે હવે કેસ ઘટી જતા ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી રાજ્યમાં ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ થયા છે ત્યારે હવે રાજ્યા સરકાર 6 થી 8 ના વર્ગો શરૂ કરવાનું વિચારી રહી છે.


  ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગ શરૂ થશે

  ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગ શરૂ કરવા શિક્ષણ વિભાગની તૈયારી શરૂ કરી દીધી છે જેને લઈ શાળાના વર્ગની સાફ-સફાઈ માટે સૂચના આપવામાં આવી છે.


  કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

  મહત્વનું છે લાંબા સમય બાદ હવે શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવી રહ્યુ છે જે માટે આજથી 9 થી 11 ધોરણ માટે ઓફલાઈન વર્ગો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. જ્યારે હવે સરકાર ઓગસ્ટ મહિનાથી ધોરણ 6 થી 8 વર્ગ શરૂ કરવાનું વિચારી રહી છે અને 15 ઓગસ્ટ બાદ ધોરણ 1 થી 5ના વર્ગ શરૂ કરવા અંગે વિચારણાં કરી રહી છે.

  વાલીના સંમતિપત્રક સાથે વિદ્યાર્થીઓ આવી શકશે

  જો કે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત કરી દેવામાં આવી છે અને વર્ગોમાં 50 ટકા ક્ષમતા સાથે જ વર્ગો શરૂ કરવામાં આવનાર છે. મહત્વનું છે કે વાલીઓના સંમતિપત્રક સાથે જ વિદ્યાર્થીઓ શાળામાં આવી શકશે. રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે કોરોના કેસની સંખ્યમાં ઘટાડો નોંધાયો છે જેને લઈ હવે ફરીથી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગના અભિપ્રાય સાથે કોર કમિટીની બેઠકમાં ચર્ચા થશે. જે બાદ સરકાર દ્વારા આગામી સમયામાં વિધિવત જાહેરાત કરવામાં આવી શકે છે.  આજથી ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ

  શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે આજથી ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ આગામી દિવસોમાં કોરાના કાબૂમાં હશે તો બીજા વર્ગો પણ શરૂ કરવામાં આવી શકે છે. અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા કોલેજ તેમજ ધોરણ 12ના વર્ગોને શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.


  વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

  જોકે હવે આજથી 9 થી 11ના વર્ગો પણ શરૂ થયા છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં પણ ક્યાંકને ક્યાક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા બીજા પણ વર્ગો શરૂ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. જેના માટે કોર કમિટીની બેઠક યોજાશે.


  ઓનલાઈન શિક્ષણ ફરજિયાત

  બેઠકમાં નિર્ણય લેવામાં આવશે કે ટૂંક સમયમાં હવે કયા વર્ગો શરૂ કરવામાં આવે. જોકે આ સમગ્ર મામલે શિક્ષણમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે શાળાઓમાં વિદ્યાર્થીઓએ ફરિજીયાત નહી આવવું પડે. ઉપરાંત શિક્ષણમંત્રી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે શાળાઓએ ઓનલાઈન શિક્ષણ ફરજીયાત રાખવુંજ પડશે.

  ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ

  ઊલ્લેખનીય છે કે કોરોનાના કેસ જેમ જેમ ઘટી રહ્યા છે. તેમ તેમ સરકાર દ્વારા પાબંદીઓ હટાવામાં આવી રહી છે. જોકે હાલ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર તેમજ ડેલ્ટા વેરિએંટને લઈને ભયનો માહોલ ફેલાયેલો છે.

  No comments:

  Thanks

  Powered by Blogger.